સુચના

                     આથી લૉ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે કોલેજ ગ્રંથાલયમાંથી ઇસ્યુ કરાવેલ પુસ્તકોનો સેટ તા. ૫-૧-૨૦૧૬ને મંગળવારના દિવસે સવારે ૮.૦૦થી ૧૨.૦૦ના સમયગાળામાં જમા કરાવી દેશો, ત્યારબાદ જમા થનાર પ્રત્યેક પુસ્તક દીઠ પ્રતિદિન રૂ. ૧.૦૦ પ્રમાણે અતિદેય ચૂકવવાનો રહેશે જેની દરેક નોંધ લેશો.

જે વિદ્યાર્થીમિત્રોએ નવા સત્રની ફી ભર્યાબાદ પોતાના ગ્રંથાલય કાર્ડ રીન્યુ ન કરાવેલ હોય તેમણે ફી ભર્યાની રસીદ સાથે ગ્રંથાલયમાં જઈ કાર્ડ સત્વરે રીન્યુ કરાવી લેવા.

     

(ડો.. એ.એમ.રાવલ)

          ગ્રંથપાલ

તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬

———————————————————————————————————————————————————————-

બુક બેંક યોજના 

              આથી એલએલ.બી.ના જે  વિદ્યાર્થીમિત્રો બુકબેંક યોજના અંતર્ગત પુસ્તકોનો સેટ મેળવવા ઈચ્છતા હોય તેમણે ગ્રંથાલયમાંથી  ફોર્મ  મેળવી ડીપોઝીટ ભરી સત્વરે જમા કરવી દેવું. સેટની સંખ્યા માર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે સેટની ફાળવણી કરવામાં આવશે.

 ડીપોઝીટની વિગતો

      વર્ગ                                 ગુજરાતી સેટ                         અંગ્રેજી સેટ                         હિન્દી સેટ 

સિમેસ્ટર -  ૨                        રૂ. ૬૪૦.૦૦                            રૂ. ૮૨૦.૦૦                        રૂ. ૯૮૦.૦૦

સિમેસ્ટર - ૪                        રૂ. ૩૬૦.૦૦                             રૂ. ૮૫૦.૦૦                       રૂ. ૪૭૦.૦૦

સિમેસ્ટર - ૬                         રૂ. ૩૦૦.૦૦                            રૂ. ૫૦૦.૦૦                       રૂ. ૭૪૦.૦૦ 

નોંધ: સેટમાં ઉપલબ્ધ પુસ્તકોની વિગતો કોલેજના નોટીસ બોર્ડ પર જોઈ લેશો.

તા.૨૨/૧૨/૨૦૧૪

_______________________________________________________________________________________________________

પુસ્તકો જમા કરાવવા અંગે સૂચના

                              આથી એલએલ.બી. સેમિસ્ટર ૧ અને ૫ ના જે વિદ્યાર્થી મિત્રોએ કોલેજ ગ્રંથાલયમાંથી પુસ્તકો કે પુસ્તકોનો સેટ ઇસ્યુ કરાવેલ હોય તેમણે તે તા-૨૫/૧૧/૨૦૧૪ના દિવસે સવારે ૮ થી ૧ કલાક દરમિયાન જમા કરાવી દેવો, ત્યારબાદ જમા થનાર પ્રત્યેક પુસ્તક દીઠ પ્રતિદિન રૂ. ૧.૦૦ લેખે અતિદેય ચૂકવવાનો રહેશે.

ડૉ. અજયકુમાર રાવલ

ગ્રંથપાલ 

તા-૨૪/૧૧/૨૦૧૪ 

_______________________________________________________________________________________________________

બુક બેંક યોજના 

              આથી એલએલ.બી.ના જે  વિદ્યાર્થીમિત્રો બુકબેંક યોજના અંતર્ગત પુસ્તકોનો સેટ મેળવવા ઈચ્છતા હોય તેમણે ગ્રંથાલયમાંથી  ફોર્મ  મેળવી ડીપોઝીટ ભરી સત્વરે જમા કરવી દેવું. સેટની સંખ્યા માર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે સેટની ફાળવણી કરવામાં આવશે.

                                                                       ડીપોઝીટની વિગતો

              વર્ગ                               ગુજરાતી સેટ                         અંગ્રેજી સેટ                         હિન્દી સેટ 

        સેમિસ્ટર – ૧                        રૂ. ૯૦૦.૦૦                            રૂ. ૮૬૦.૦૦                       રૂ. ૭૬૦.૦૦

        સેમિસ્ટર – ૩                        રૂ. ૭૮૦.૦૦                             રૂ. ૮૮૦.૦૦                      રૂ. ૭૭૦.૦૦

        સેમિસ્ટર – ૫                       રૂ. ૬૫૦.૦૦                             રૂ. ૭૦૦.૦૦                     રૂ. ૬૨૦.૦૦ 

નોંધ: સેટમાં ઉપલબ્ધ પુસ્તકોની વિગતો કોલેજના નોટીસ બોર્ડ પર જોઈ લેશો.

તા.૧૮/૦૭/૨૦૧૪

———————————————————————————————————————————————————————

Library Session

આથી પ્રથમ વર્ષ એલએલ.બી.ના રોલ નંબર ૮૦ થી ૧૪૯ ના વિદ્યાર્થીઓએ સોમવાર તા.૨૬ -૦૮-૨૦૧૩ના રોજ લાઈબ્રેરી સેશનમાં આવવાનું રહેશે. જેની આ રોલ નંબર વાળાવિદ્યાર્થીઓ નોંધ લેશો.  લાઈબ્રેરી સેશનમાં  હાજર  ન રહેનાર તમામ વિદ્યાર્થીઓ ના લાઈબ્રેરી કાર્ડ રદ કરવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓ  નોંધ લેશો.

ડો.. એ.એમ.રાવલ 

ગ્રંથપાલ

તા.૨૪  ઓગષ્ટ ૨૦૧૩